કોરોનાવાયરસ એ વાયરસનું એક જૂથ છે જે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં રોગોનું કારણ બને છે.
ડોકટરો તેમને સામાન્ય શરદી, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા અને ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ (એસ.એ.આર.એસ) સાથે જોડે છે.
કોરોનાવાઈરસ (COVID-19) ની જાણ પ્રથમવાર ડિસેમ્બર 2019 માં ચીનના વુહાન સિટીમાં થઈ હતી.
કોરોના વાયરસ
કેવી રીતે ફેલાય છે?
એવા પુરાવા છે કે વાયરસ વ્યક્તિ-થી-વ્યક્તિમાં ફેલાય છે.
કોરોના વાયરસથી સંક્રમિત લોકો ખાંસી અને છીંક દ્વારા વાયરલ કણો ફેલાવે છે.
જ્યારે લોકો તેમના ચેપગ્રસ્ત હાથને તેમના મોં, નાક અથવા આંખો પર સ્પર્શે છે ત્યારે વાયરસથી ચેપ લાગી શકે છે.
સપાટી અથવા વસ્તુ કે જેના પર વાયરસ તાજેતરમાં ઉતર્યો છે તેના સંપર્ક થી પણ ફેલાઈ શકે છે.
કોરોના વાયરસ
ના લક્ષણો
તાવ આવવો
છીંક આવવી
શ્વાસ લેવામાં તકલીફ
શરીર દુઃખવું
ખાંસી અને ગળામાં ખારાશ
માથું દુઃખવું
કોરોના વાયરસથી બચવા શું કરવું જોઈએ?
હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોવા.
છીંક આવતા સમયે નાક અને મ્હોં રૂમાલથી અથવા ટીસ્યુથી ઢાંકવું.
શરદી અથવા ફલૂ જેવા લક્ષણોવાળા વ્યક્તિનો સંપર્ક ટાળવો અથવા ૧ મીટર અંતર રાખવું.
સંપૂર્ણપણે રાંધેલા માંસ અને ઈંડા ખાવા અને ખુબ પ્રમાણમાં પાણી પીવું.
રહેવા અને કામ કરવાની જગ્યા દિવસમાં એક વખત સ્વચ્છ કરવી.
મુસાફરી કરતી વખતે અને કોરોના વાયરસના લક્ષણો ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી જો તમે બીમાર થાઓ તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાણ કરી,વહેલી તકે તબીબી સારવાર લેવી.
કોરોના વાયરસથી બચવા શું ના કરવું જોઈએ?
જો તમે બીમાર હો તો ભીડવાળી જગ્યાએ જવું નહિ.
માંદગી દરમ્યાન આંખ,નાક અને મ્હોંને સ્પર્શ કરવું નહિ.
જંગલી અને ખેતરના પ્રાણી સાથે સંપર્ક ટાળવો .
કોરોના વાયરસ જાતે કેવી રીતે તપાસવું
૧.) પેહલા ઊંડો શ્વાસ લો.
૨.) શ્વાસ ને ૧૦ થી ૧૨ સેકન્ડ સુધી રોકી રાખો.
૩.) આ દરમિયાન જો તમને કોઈ તકલીફ થાય ,ખાંસી આવે અને ફેફસાં માં દુખાવો જણાઈ તો આ કોરોના વાયરસ ના મોટા લક્ષણો છે.